અમરેલીમાં કોંગ્રેસ દ્વારા શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથી ઉજવાઇ

અમરેલી,

eતા. 21 મે રવિવારના રોજ 21 મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. રાજીવ ગાંધીની 32મી પુણ્યતિથી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે સાથે પર્યાવરણ પરત્વે પણ સ્વ. રાજીવજી અત્યંત ચિંતિત હતા અને પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી ક્ષેત્રે પણ તેમનું યોગદાન અમુલ્ય હતું.સ્વ. રાજીવજીના દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે કે કોમ્યુટર ટેકનોલોજી કે પછી ટેલીકોમ્યુનીકેશન ક્ષેત્ર હોય, જે પ્રગતિ થઈ તેના પરિણામે આજે ભારત દેશના લાખો યુવાનો વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે સફળ કામ કરી રહ્યા છે અને ભારત દેશ ટેકનોલોજીના ક્ષેત્રે ખાસ કરીને કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન, ટેલીકોમ ક્ષેત્રમાં આગવી નામમાં ધરાવતો અગ્રીમ દેશ બની ગયો છે 18 વર્ષે મતાધિકાર, લોકશાહીનું કર્યું “નવસર્જન’ સાથે પંચાયતી રાજમાં આમૂલ સુધારા કરીને મહિલાઓ માટે 33 ટકા બેઠકોથી મહિલા સશક્તિકરણ માટે પગલાં ભરીને મહિલાઓને રાજનીતિ ક્ષેત્રે ભાગીદાર બનાવ્યા. ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી “પોલીયો મુક્ત ભારત’ નું સ્વપ્ન સાકાર થયું હોય તો તેની પાછળ સ્વ. રાજીવજીની દુરદેશી દ્રષ્ટિ જવાબદાર છે.પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરની સૂચના અનુસાર, તા. 21મી મે 2023ને રવિવારના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવજી ને પુષ્પાંજલિ અર્પણ કરવાં ના કાર્યક્રમ નું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી ,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન ભાઈ સોસા,જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી શ્રી જનક ભાઈ પંડ્યા,જગદીશ તલાવિયા,જિલ્લા કોંગ્રેસ મંત્રી જગદીશ પાનસુરીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપ પંડ્યા,કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ અધ્યારૂ,કે.કે.વાળા,પરવેઝ ચૌહાણ,જિલ્લા ઓ.બી.સી.સેલ ના પ્રમુખ રમેશભાઇ ગોહિલ સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.