અમરેલીમાં કોરોનાથી વધુ એક સતાવાર મોત

  • અમરેલી જિલ્લામાં કોરોનાના 12 નવા કેસ : જેસીંગપરાના વૃધ્ધનું સારવારમાં મોત

અમરેલી, કોરોનાના ઉછળેલા કેસની સંખ્યા નીચી આવી રહી છે અમરેલી જિલ્લામાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે જેના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા 3277 થઇ છે આજે 17 દર્દી ઓ સાજા થતા રજા અપાઇ હતી હાલમાં કુલ 157 દર્દીઓ સારવાર લઇ રહયા છે બીજી તરફ અમરેલીમાં કોરોનાથી વધુ એક સતાવાર મોત થયાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે શહેરના જેસીંગપરાના 69 વર્ષના વૃધ્ધનું સારવારમાં કોરોનાને કારણે મોત નિપજયું હતુ.