અમરેલીમાં કોરોનાનાં દર્દીનાં મોતનો ગ્રાફ નીચો ઉતર્યો : 19 મૃત્યું

  • કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુની સંખ્યા ઓછી થવા લાગી 
  • કૈલાસ મુક્તિ ધામમાં કોરોનાનાં 11 દર્દીઓ અને ગાયત્રી મોક્ષધામ ખાતે 8 દર્દી મળી 19 નાં અંતિમ સંસ્કાર : અમરેલીવાસીઓનાં વગર કોરોનાએ મૃત્યુંનાં 14 બનાવો
  • ચાવંડ, ધારી, પીપળીયા, ગોપાળગ્રામ, ડાંગાવદર, રાભડા, ભાવનગર, બર્બટાણા બાબરા, ફાચરીયા, દેવરાજીયા, કુંડલા, લાઠી અને અમરેલીનાં પાંચ દર્દીનાં મૃત્યું થયાં

અમરેલી,
અમરેલીમાં મૃત્યુંનાં બનાવો વચ્ચે કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુંનો ગ્રાફ નીચો ઉતર્યો છે. આજે અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા 19 દર્દીઓનાં મૃત્યું નિપજ્યાં હતાં જ્યારે અન્ય કારણે 14 અમરેલી વાસીઓનાં મૃત્યું થયાં છે.
અમરેલીનાં ગાયત્રી મોક્ષધામ ખાતે કોરોનાનાં 8 અને અન્ય 8 મળી કુલ 16 અંતિમ સંસ્કાર થયા હતાં જ્યારે કૈલાસ મુક્તિધામ ખાતે કોરોનાનાં 11 અને 5 અન્ય મળી 16 અંતિમ સંસ્કાર થયા હતાં જ્યારે એક અંતિમ વિધિ કબ્રસ્તાનમાં થ ઇ હતી અને આજે 33 લોકોનાં અંતિમ સંસ્કાર થયાં હતાં.
લાઠીનાં ચાવંડનાં 72 વર્ષનાં મહિલા, અમરેલી અમૃતનગરનાં 75 વર્ષનાં મહિલા, ધારી પ્રેમપરાની મહિલા, બાબરાનાં પીપળીયાનાં 65 વર્ષનાં પુરૂષ, અમરેલી ચક્કરગઢ રોડનાં 41 વર્ષનાં મહિલા અને 57 વર્ષનાં પુરૂષ તથા ગોપાળગ્રામનાં 61 વર્ષનાં પુરૂષ, ધારીનાં ડાંગાવદરનાં 40 વર્ષનાં મહિલા, ધારી લાઇનપરાનાં 77 વર્ષનાં પુરૂષ, ભાવનગરનાં 39 વર્ષનાં પુરૂષ, લાઠીનાં રાભડા ગામનાં 75 વર્ષનાં પુરૂષ, રાજુલાનાં બર્બટાણાનાં 75 વર્ષનાં મહિલા, બાબરાનાં 36 વર્ષનાં પુરૂષ, કુંડલાનાં ફાચરીયા ગામનાં 92 વર્ષનાં મહિલા, દેવરાજીયા ગામની મહિલા, કુંડલાની ફ્રેન્ડ્સ સોસાયટીનાં 40 વર્ષનાં મહિલા, અમરેલી માણેકપરાનાં 46 વર્ષનાં પુરૂષ, લાઠીનાં 49 વર્ષનાં મહિલા, અમરેલી સરદારનગરનાં 42 વર્ષનાં પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાયત્રી મોક્ષધામમાં અન્ય કારણોસર 8 અને કૈલાસ મુક્તિધામમાં અન્ય કારણોસરનાં પાંચ તથા એક કબ્રસ્તાન મળી 14 લોકોનાં અન્ય કારણે મૃત્યું થતા અંતિમ સંસ્કાર થયાં હતાં.