અમરેલીમાં કોરોનાનાં દસ કેસો એક દર્દીનું સારવાર દરમિયાન મોત

  • અમરેલીના ચિતલ રોડના ગીરીરાજનગરના વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ : કોવિડના 20 દર્દીઓ સાજા થયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસનું પ્રમાણ ઓછુ થવામાં હોય તેમ આજે મંગળવારે કોરોનાનાં 10 કેસ નોંધાયા છે અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
અમરેલીના ચિતલ રોડના ગીરીરાજનગરના 96 વર્ષના કોરોના પોઝિટિવ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ અને અમરેલીમાં સારવાર લઇ રહેલા કોવિડના 20 દર્દીઓ સાજા થયા હતા.