અમરેલીમાં કોરોનાનાં નવા 22 કેસ : કુલ કેસ 3153 થયા

17 દર્દીઓ સાજા થયા, 181 દર્દીઓ સારવારમાં : લગ્નગાળો પુરો થયે કેસોની સંખ્યા વધારે આવે તેવી શક્યતા

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધી રહયા છે ડિસેમ્બરના પહેલા જ દિવસે જિલ્લામાં કોરોનાનાં નવા 22 કેસ નોંધાયા છે આ સાથે જ કુલ કેસ 3153 થયા છે આજે 17 દર્દીઓ સાજા થયા હતા અને 181 દર્દીઓ સારવારમાં છે તથા લગ્નગાળો પુરો થયે કેસોની સંખ્યા વધારે આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.