- અમરેલીમાં કોરોનાનાં આઇસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા પ્રૌઢાનું મૃત્યુ નીપજ્યું
- લીલીયાના પાંચ તલાવડા ગામના એક જ પરિવારના બે દર્દીઓ પોઝિટિવ આવ્યા : માત્ર બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ રાહત અનુભવી : હજુ અનેક રિપોર્ટ પેન્ડીંગ
- હાથસણી, ધામેલ, બગસરા, જુના સાવર, ગીગાસણ, કોટડી, રાજુલામાં 2 , દેવળીયા, જીરા, અમરેલીના જેશીંગપરા અને વિસાવદરના સાપર ગામના શંકાસ્પદ દર્દી દાખલ
અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા સુરતથી નાના આંકડીયા આવેલા કાંતાબેન (શારદાબેન ) રતીભાઇ સાવલીયા નામના વૃધ્ધાનું આઇસીયુ વોર્ડમાં મૃત્યુ થયુ હતું આ ઉપરાંત આજે ગુરૂવારે કોરોના પોઝિટિવ દર્દીઓના માત્ર બે જ કેસ આવતા તંત્રએ રાહત અનુભવી હતી લીલીયાના પાંચ તલાવડા ગામના એક જ પરિવારના બે વૃધ્ધો પોઝિટિવ આવ્યા હતા.આ ઉપરાંત વધ્ાુ 10 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે જેમાં ધારીના જીરા ગામના તથા વિસાવદરના સાપર, સાવરકુંડલાના હાથસણી, દામનગરના ધામેલ, બગસરાના બે દર્દી, અમરેલી જેશીંગપરાના મહિલા, જુના સાવર, ધારીના ગીગાસણ અને દેવળીયા ગામના પ્રૌઢને દાખલ કરી સેમ્પલની તજવીજ હાથ ધરાઇ છે.