અમરેલીમાં કોરોનાનાં વધુ 16 કેસો નોંધાયા : 96 સારવાર હેઠળ

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ અમરેલીમાં આજે કોરોનાના 16 કેસ આવ્યા હતા હોસ્પિટલમાં 96 દર્દીઓ સારવાર હેઠળ છે પાંચ દર્દીને સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરેલ છે આ સ્થિતીમાં કુલ 4025 દર્દીઓ પૈકી આજ સુધીમાં કુલ 41 ના મોત થયા છે આજે અમરેલી જિલ્લામાં 8863 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી તેમ આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.