અમરેલીમાં કોરોનાનાં વધુ 17 શંકાસ્પદ દર્દીઓ દાખલ

  • ચાવંડ ચેકપોસ્ટ ઉપર તંત્ર દ્વારા કરાઇ રહેલા સ્ક્રિનીંગમાં 33 બિમાર દર્દીઓ મળી આવ્યા
  • ચાવંડ ચેકપોસ્ટે સવાસો વાહનમાં 1464 લોકો આવ્યા:53 દાખલ કરાયેલા દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ:તાવ,શરદી વાળા દર્દીઓના 271 રિપોર્ટ પેન્ડીંગ:ધનવન્તરી રથને પણ 73 દર્દી મળ્યા
  • શંકાસ્પદ વોર્ડમાં અમરેલીના ગજેરાપરા, બટારવાડી, સુખનાથપરા,ધરાઇ, જીરા,જંગર, મેકડા, બાલાપુર, બવાડા, મોટા દેવળીયા, ધામેલ, વલારડી, માવજીંજવા સહિતના દર્દીઓનો સમાવેશ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
આગોતરી સાવચેતીના પગલારૂપે કલેકટરશ્રી દ્વારા ચાલુ કરાયેલ ચાવંડ ચેકપોસ્ટ ઉપર તંત્ર દ્વારા કરાઇ રહેલા સ્ક્રિનીંગમાં મુંબઇ, અમદાવાદ, સુરતથી આવી રહેલા પ્રવાસીઓમાંથી આજે બુધવારે 33 બિમાર દર્દીઓ મળી આવ્યા હતા અને અમરેલીમાં કોરોનાનાં વધુ 17 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.
ચાવંડ ચેકપોસ્ટે સવાસો વાહનમાં 1464 લોકો આવ્યા હતા જેમનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતુ આરોગ્ય તંત્ર દ્વારા અમરેલી, કુંડલા, રાજુલામાં દાખલ કરાયેલા 53 દર્દીઓના કોરોનાનાં સેમ્પલ લઇ મોકલાયા છે જેના રિપોર્ટ પેન્ડીંગ છે .
આ ઉપરાંત જિલ્લાના સરકારી દવાખાનાઓમાંથી ઓપીડી દરમિયાન લેવાયેલા તાવ, શરદી વાળા દર્દીઓના 271 સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ છે બીજી તરફ લોકો માટે આશીર્વાદરૂપ ધનવન્તરી રથ દ્વારા 3639 લોકોની તપાસ કરાઇ હતી અને તેમાં 73 દર્દી તાવ, શરદ, ઉધરસવાળા મળી આવ્યા હતા.
દરમિયાન કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં અમરેલીના ગજેરાપરા, બટારવાડી, સુખનાથપરા, બાબરાના ધરાઇ, ગઢડાના રીકડીયા, જીરા, કુંકવાવના જંગર, કુંડલાના મેકડા, બગસરાના બાલાપુર, લીલીયાના બવાડા, બાબરાના મોટા દેવળીયા, દામનગરના ધામેલ, આંબરડીના 2 બાળકો, બાબરાના વલારડી, બગસરાના માવજીંજવા સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.