અમરેલીમાં કોરોનાનાં વધુ 17 શંકાસ્પદ દર્દીઓ દાખલ ધારી અને બરવાળા બાવીશીમાં બે પોઝિટિવ કેસ

  • તમામના સેમ્પલ ભાવનગર મોકલાયા : રિપોર્ટ બાકી
  • કેરીયાનાગસ, અમરેલીમાં 3, મોણવેલ, નાના વાઘણીયા, પુંજાપાદર, ગળકોટડી, જુના જાંજરીયા, છાપરી, બરવાળા બાવળ, જુની હળીયાદ, આંબા, ખડાધારના દર્દીઓ દાખલ

અમરેલી,
અમરેલીના જિલ્લામાં ગઇ કાલે એક સાથે 29 કેસ આવ્યા બાદ આજે માત્ર 2 કેસ આવતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે આજે ધારીની અજંતા સોસાયટીમાં 65 વર્ષના વૃધ્ધ અને કુંકાવાવના બરવાળા બાવીશીમાં 33 વર્ષની મહિલા પોઝિટિવ આવ્યા છે.અમરેલી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો ઘસારો સતત શરૂ રહયો છે શહેરના સહજાનંદનગરના વૃધ્ધ મહિલા, જેશીંગપરા શેરી નં.3 ના વૃધ્ધ, લીલીયા રોડના 58 વર્ષના વૃધ્ધ તથા કેરીયાનાગસના 2, ધારીના મોણવેલ, બગસરાના નાના વાઘણીયા અને જુના જાંજરીયા તથા જુની હળીયાદ, લીલીયાના પુંજાપાદર, આંબા, ખાંભાના ખડાધાર, કુંકાવાવના બરવાળા બાવળ, રાજુલાનું છાપરી, બાબરાનું ગળકોટડી ગામના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરી તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમના રિપોર્ટ બાકી છે.