અમરેલીમાં કોરોનાનાં વધુ 5 દર્દીઓના મોત

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 27 કેસ : રવિવાર અને સોમવારે બે દિવસમાં જ
  • સંક્રમણને રોકવા કલેકટરશ્રી દ્વારા પુરજોશમાં રેપીડ ટેસ્ટ : ઉમરીયા, આંબરડી, રંગપુર, બાબરા, ચલાલાનાં દર્દીઓનાં મોત નીપજ્યાં : 22 શંકાસ્પદ દર્દીઓ દાખલ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં રવિવારે 30 પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે સોમવારે 27 પોઝિટિવ કેસ આવ્યા છે ગઇ કાલે શહેરમાં 14 કેસ હતા જ્યારે આજે 8 કેસ નોંધાયા છે અને કોરોનાનાં 5 દર્દીઓના બે દિવસમાં મૃત્યુ નીપજ્યા છે.
રવિવારે શનિવારના કોવાયાના મૃત્યુ પામેલા રાજસ્થાની વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત રવિવારે ખાંભાના ઉમરીયા ગામના 65 વર્ષના મહિલા તથા બાબરાના દાનેવનગરના 45 વર્ષના આધ્ોડ, અમરેલીના રંગપુરના 58 વર્ષના વૃધ્ધ મહિલા તથા ચલાલાના 76 વર્ષના પોઝિટિવ આવેલા વૃધ્ધ દર્દી મળી 4 ના મૃત્યુ થયા હતા અને આજે સોમવારે ધારીના આંબરડી ગામના 54 વર્ષના પ્રૌઢનું મૃત્યું થયુ હતુ જો કે આજે આરોગ્ય તંત્ર દ્વારા રંગપુરના 58 વર્ષના મહિલાના મૃત્યુ અને તા.22 ના મૃત્યુ પામેલ 80 વર્ષના વૃધ્ધના મૃત્યુ સાથે કુલ મૃત્યુદર 23 થયો હોવાનું જણાવ્યુ છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1072 થઇ છે.
આજે 27 કેસમાં અમરેલી શહેરમાં અમૃતનગર, મારૂતીનગર, અમૃતધારા સોસાયટી, લાઠી રોડ વિદ્યાનગર, સિધ્ધી વિનાયક સોસાયટીમાં 2, ગુરૂકૃપાનગર, ગણેશ સોસાયટી, મોટા આંકડીયા, સાવરકુંડલામાં બસ સ્ટેન્ડ પાસે 2 અને લીંબડી ચોકમાં 1 મળી કુલ 6, ખાંભાનાં ભાડ, મોટા સમઢીયાળા, વડીયા, કુંકાવાવ, બાબરા અને પાનસડા, રાજુલા, બગસરાનું શીલાણા, રાજુલાના કોવાયા, કુંકાવાવના કોલડામાં 2 અને રાજુલાના ઘનશ્યામનગરમાં કેસ નોંધાયા છે જ્યારે બગસરા અમરાપરા, અમરેલી બટારવાડી, ફુલજર, સાવરકુંડલા હાથસણી રોડ, અમરેલી રાજકમલ ચોક, ધારી રેલ્વે સ્ટેશન, અમરેલી હરીરોડ, ચક્કરગઢ રોડ, કંસારા શેરી, સાવરકુંડલા ગ્રીન રેસીડેન્સી, ખોડીયાર નગર, જેસર રોડ, અમરેલીના વડેરા, શીલાણા, મતીરાળા, ગોવિંદપુર, ભેસવડી, રાઢીંયા, બગસરા અમરાપરા અને બટારવાડીના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.