અમરેલીમાં કોરોનાનાં વધુ પાંચ શંકાસ્પદ દર્દીઓ દાખલ : અમુક સેવામાં છુટ

અમરેલી,અમરેલીમાં એક પણ પોઝીટીવ કેસ ન હોવાને કારણે સોશ્યલ મીડીયામાં “એક સમયે અમેરીકાના વિઝા નહોતા મળતા અને આજે અમરેલીના નથી મળતા’ના મેસેજની ધ્ાુમ વચ્ચે અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં કોરોનાના વધ્ાુ પાંચ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમાના એકની હાલત ગંભીર હોવાને કારણે આઇસીયુમાં રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.આ તમામના સેમ્પલ લઇ ભાવનગર મોકલવામાં આવ્યા છે જયારે પરમદિવસે લેવાયેલા તમામના રિર્પોટ નેગેટીવ આવ્યા છે. આજે ચેકપોસ્ટમાં 15 વાહનોની ચકાસણીમાં કુલ 87 પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના 8 પેસેન્જરો હતા. આજરોજ 2963 પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે 3119 પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. ક્વોરેન્ટાઇનના ભંગ બદલ સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ 118 પ્રવાસીઓ અને હાલ 70 લોકો દાખલ કરાયાં છે. તેમજ સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશ કરનારાં 198 લોકોને સરકારી ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન કરાયાં છે. આજસુધીમાં લેવાયેલા કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ 64 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ 6 વ્યક્તિના સેમ્પલ લેવાયાં જે તમામ રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 70 શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે 31 હજાર ઘરના કુલ 1.50 લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 33 વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજે એક વ્યક્તિ સામે એફ.આઈ.આર. સહિત આજ સુધીમાં કુલ 12 લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. આજે કલેકટરશ્રી દ્વારા શહેરી વિસ્તારમાં મોટર મીકેનીક, સુથાર, કમ્પ્યુટર રીપેર કરનાર,પ્લંબર,ગામડાઓમાં નાના ઉદ્યોગો, હાઇવે, બાંધકામ અને નરેગાના કામો સૌની યોજનાના કામો છુટ આપવાનું શરૂ કરાયું છે.