અમરેલીમાં કોરોનાનાં 13 કેસ નોંધાયા એક દર્દીનું સારવાર દરમિયાન મોત

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતી વણસતી હોય તેમ આજે તા.23 ના રોજ કોરોનાનાં 13 કેસ નોંધાયા હતા હોસ્પિટલમાં કુલ 75 દર્દી સારવાર હેઠળ છે જ્યારે 3 દર્દીઓને સારૂ થઇ જતા રજા અપાઇ હતી કુલ 3992 કેસો થયા છે જેમાં કુલ 41 ના આજ સુધીમાં મોત થયા છે દરમિયાન સરકાર દ્વારા કોરોના વેક્સિન અપાતા 7300 લોકોને વેક્સિન આપવામાં આવી હતી તેમ આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. આજે સુખનાથપરાના વૃધ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.