- કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓનો પ્રવાહ ઓછો થયો
- શેખ પીપરીયા, મોટા જીંજુડા, દામનગર, સરાકડીયા, રીકડીયા, ધાર, ખારી, મોટા બારમણ, જાફરાબાદ, અમરાપુર, મોટા દેવળીયા, અમરેલીનાં બે દર્દીના સેમ્પલ લેવાયા
અમરેલી,
છેલ્લા 5 દિવસથી કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓનો પ્રવાહ ઓછો થતો હોય તેમ આજે માત્ર 13 દર્દી જ સારવારમાં દાખલ થયા છે.લાઠીના શેખ પીપરીયા, સાવરકુંડલાના મોટા જીંજુડા, ધાર, દામનગર, ખાંભાના સરાકડીયા, મોટા બારમણ, અમરેલીના રીકડીયા, બગસરાના ખારી, જાફરાબાદ અને કુંકવાવના અમરાપુર તથા મોટા દેવળીયા અને અમરેલીના બે દર્દીઓને દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.