- એક દિવસનો ઇન્ટરવલ પાડી રજા રાખનાર યમરાજાએ ખાડો પુરી દીધો
- અમરેલીના ગુરૂકૃપાનગરમાં વૃધ્ધા અને વંડાનાં કોરોના પોઝિટિવ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યું : કુલ કેસની સંખ્યા 3397
અમરેલી,
રોજે રોજ આંટો મારી કોરોનાના દર્દીઓને ઉઠાવી જતા યમરાજાએ શનિવારે રજા રાખી હોય તેમ મૃત્યુના કોઇ બનાવ ન બનતા રાહત હતી પણ આજે અમરેલીમાં સારવાર દરમિયાન બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને કોરોનાના 15 કેસ સામે આવ્યા છે.
અમરેલીના ચિતલ રોડે ગુરૂકૃપાનગરમાં 75 વર્ષના વૃધ્ધા અને સાવરકુંડલાના વંડા ગામે 78 વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા જ્યારે આજે નવા 15 કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 3397 થઇ છે અને આજે 17 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જ્યારે 185 દર્દીઓ સારવાર લઇ રહયા છે.