અમરેલીમાં કોરોનાનાં 18 દર્દી મળી વધુ 24 ના મોત

  • કોરોનાના કેસની ગણતરીને બદલે હવે મૃત્યુની ગણતરી શરૂ 
  • 12 કલાકમાં મોટા માચીયાળા, કાચરડી, લુવારીયા, શેલણા, ગળકોટડી, આંબરડી, લુણકી, સનાળા, તરકતળાવ અને અમરેલી શહેરનાં 8 મળી કોરોનાની સારવાર લઇ રહેલા 18 દર્દીઓના મૃત્યુ નીપજ્યા
  • અમરેલીના વેપારી આગેવાન શ્રી મનોજભાઇ વણજારા, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી જે.વી. આચાર્ય તથા ચક્કરગઢ રોડ, ચિતલ રોડ, મન રો હાઉસ, માણેકપરા વિસ્તારના 8 લોકોના મૃત્યુથી શહેરમાં શોક

અમરેલી, આજે શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 52 કેસ નોંધાયા છે જેમાં આરટીપીસીઆરમાં 45 અને રેપીડમાં 7 દર્દીઓ મળી આવ્યા હતા ટોટલ 2769 ટેસ્ટ થયા હતા.પહેલા કોરોનાના કેટલા કેસ આવ્યા તેની ગણતરી થતી હતી પરંતુ હવે કોરોનાના કેટલા કેસ છે તે લોકો ભુલી ગયા છે તેટલી હદે કેસો આવી રહયા છે તેથી હવે કોરોનાના કેસની ગણતરીને બદલે હવે મૃત્યુની ગણતરી શરૂ થઇ છે આજે શુક્રવારે અમરેલીમાં કોરોનાનાં 18 દર્દી મળી વધુ 24 ના મોત નીપજ્યા હતા જેમાં 8 તો અમરેલી જ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી હતા.આજે સવારથી સાંજ સુધીમાં 12 કલાકમાં મોટા માચીયાળાનાં 60 વર્ષના વૃધ્ધ સહિત 2, કાચરડીનાં પુરૂષ દર્દી, લુવારીયાનાં 45 વર્ષના મહિલા દર્દી, શેલણાના 55 વર્ષના મહિલા દર્દી, ગળકોટડીનાં 55 વર્ષના મહિલા દર્દી, આંબરડીનાં 55 વર્ષના મહિલા દર્દી, લુણકીનાં 60 વર્ષના વૃધ્ધ, સનાળાનાં 19 વર્ષની યુવતી, તરકતળાવનાં 60 વર્ષના વૃધ્ધનાં મૃત્યુ નીપજ્યા હતા.અમરેલીના વેપારી આગેવાન શ્રી મનોજભાઇ વણજારા (મયુર ઓટો), ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી જે.વી. આચાર્ય તથા ચક્કરગઢ રોડનાં 60 વર્ષના મહિલા, ચિતલ રોડ, મન રો હાઉસનાં 75 વર્ષના વૃધ્ધ, માણેકપરા વિસ્તારના 50 વર્ષના આધેડ મળી શહેરના 8 લોકોના મૃત્યુથી શહેરમાં શોક છવાયો છે આરટીપીસીઆરમાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય અને સીટી સ્કેનમાં વાયરસ આવ્યો હોય તેવા સંખ્યાબંધ બનાવો બની રહયા છે વાયરસની ગતિવિધીઓ અને ઓળખ બદલાઇ રહી હોય તેમ જણાઇ રહયુ છે.