- કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં પાછો ઉછાળો આવ્યો
- સાવરકુંડલા, પ્રતાપપરા, અંટાળીયા, જુના વાઘણીયા, રામપર, જરખીયા, મણીનગર, જંગર, ખાંભા, નેસડી, ધારી, હાડીડા, મોટા બારમણ, અમૃતવેલના દર્દીઓ દાખલ
અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં પાછો ઉછાળો આવ્યો છે અને અમરેલીમાં કોરોનાનાં 20 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે. જેમાં સાવરકુંડલાનાં મારૂતીનગર, અમરેલીના પ્રતાપપરા, લીલીયાના અંટાળીયા, બગસરાના જુના વાઘણીયા, લાઠીના રામપર, જરખીયા, અમરેલીના મણીનગર, કુંકાવાવના જંગર, ખાંભામાં તથા કુંડલાના નેસડી, ધારી, સાવરકુંડલાના હાડીડા, અમરેલીના કેરીયા રોડ નવરંગ સોસાયટી, મોટા બારમણ, સાવરકુંડલાના અમૃતવેલ અને સાવરકુંડલાના સર્વોદયનગરના શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા છે.આમા સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આજના 20 દર્દીમાં માત્ર ત્રણ દર્દી 50 વર્ષની નીચેની ઉમરના છે બાકીના તમામ 60 થી 85 વર્ષ સુધીની ઉમરના છે તેમાય મોટા ભાગના સુરતથી આવ્યા છે અથવા તો તેમને ત્યાં સુરતથી છોકરાઓ આવ્યા છે.