- સતાવાર રીતે લીલીયાના 58 વર્ષના દર્દીનું કોરોનાથી મોત : કુલ મરણાંક 43
અમરેલી,
વેક્સિનની કામગીરી વેગવંતી બનાવાઇ છે જિલ્લામાં 6791 લોકોને વેક્સિનથી રક્ષીત કરાયા છે અને ગુરૂવારે અમરેલીમાં કોરોનાનાં 24 કેસ નોંધાયા છે તથા 18 દર્દીઓ કોરોનામુક્ત થયા છે એ સાથે કુલ દર્દીઓની સંખ્યા 4349 થઇ છે અને આજે સતાવાર રીતે લીલીયાના 58 વર્ષના દર્દીનું કોરોનાથી મોત થતા કુલ સતાવાર મરણાંક 43 થયો છે.