અમરેલીમાં કોરોનાનાં 24 કેસ : નવા 20 શંકાસ્પદ દર્દી દાખલ

  • સ્ક્રિનીંગ દરમિયાન ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી રોજના 40 થી 50 દર્દીઓ મળી રહયા છે
  • અમરેલી, બગસરા અને સાવરકુંડલા, રાજુલા પંથકમાં કોરોનાનું આક્રમણ : તાવ, શરદી, ઉધરસના રેન્ડમ સેમ્પલની સંખ્યા વધારાઇ : 249 દર્દીઓ સાજા થઇ ગયા : 161 દર્દી સારવારમાં

અમરેલી,
સુરત, અમદાવાદ મુંબઇના લોકો માટે ચાવંડ ચેકપોસ્ટ કાર્યરત કરાયા બાદ કોરોનાનાં કેસો સતત સામે આવી રહયા છે આજે વધુ 24 કેસ પોઝિટિવ આવ્યા છે અને નવા 20 શંકાસ્પદ દર્દી દાખલ થયા છે તથા 200 જેટલા રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા છે.
આજે સવારના અમરેલી જશવંતગઢ અને શેડુભારના 2 તથા સાવરકુંડલા રઘુવંશીપરામાં પોઝિટિવ કેસ નોંધાયા પછી કુંકાવાવના વલ્લભપુરામાં યુવાન, ખાંભાના તાલડામાં યુવતી, મોટા સમઢીયાળામાં પ્રૌઢ, રબારીકામાં યુવાન, ભગવતીપરામાં યુવાન, રાજુલાના પુનીતનગરમાં આધેડ, શુભમનગરમાં યુવતી, જાફરાબાદમાં યુવાન, મોટા માચીયાળામાં મહિલા, કુંડલાના વંડામાં વૃધ્ધ, આંકોલડામાં વૃધ્ધ, મોટા જીંજુડામાં યુવાન, નેસડીમાં પ્રૌઢા, અમરેલીમાં યુવાન, કમીગઢમાં યુવાન, બગસરામાં બાલાપુરમાં 2, કાગદડીમાં આધ્ોડ, બગસરામાં ગોકુળધામ એપાર્ટમેન્ટમાં અને બગસરા શહેરમાં આધેડ મળી કુલ 24 કેસો નોંધાયા છે જ્યારે ખાંભા, મોટા માચીયાળા, નાની કુંકાવાવ, અમરેલી ચિતલ રોડ, મેડી, સાંગા ડેરી, તરક તળાવ, હરીચંદપરા લાઠી, બગસરાના કુંકાવાવ નાકા, અમરેલી માણેકપરામાં 2, જીઆઇડીસી, હાથસણી, બગસરાના ગોકુળપરા પટેલવાડી પાસે, ગોરડકા, અમરેલી પાણી દરવાજા, સરસીયા, તાલડા, ભગવતીપરા ખાંભા અને સુર્યપ્રતાપગઢના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવામાં આવી રહયા છે.