અમરેલીમાં કોરોનાનાં 26 કેસ : બે દિવસમાં 4 દર્દીઓનાં મૃત્યું

  • તંત્ર દ્વારા કોરોના સામે લડાઇ રહેલી અવિરત ઝુંબેશ છતા કોરોનાની ફટકાબાજી સતત ચાલુ
  • મંગળવારે ધરાઇ ગામના 72 વર્ષના દર્દીનું મૃત્યું અને બુધવારે લીલીયા, રાજુલા અને ગારીયાધારનાં દર્દીઓનાં મોત:સતાવાર મૃત્યુંઆંક કુલ 27 : કોરોનાનાં કુલ કેસ 1321
  • તંત્ર દ્વારા એક જ દિવસમાં 1728 ટેસ્ટ કરાયાં : રેપીડ ટેસ્ટમાં 19 મળ્યા : દાખલ થયામાંથી 7 મળ્યા, હજુ પણ 154 રિપોર્ટ પેન્ડીંગ : અમરેલીમાં 11 પોઝિટિવ કેસ આવ્યા

અમરેલી,
અમરેલીમાં સરકારી તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં રાખવા માટે ઘનીષ્ઠ પગલાઓ છતા પણ કોરોનાનો હાહાકાર યથાવત છે આજે છેલ્લા 2 દિવસમાં ચાર દર્દીઓનાં મૃત્યું થયા છે અને બુધવારે કોરોનાનાં 26 કેસ સામે આવ્યા છે જેમાં 11 કેસ તો માત્ર અમરેલી શહેરનાં જ છે.
મંગળવારે બાબરાના ધરાઇ ગામના 72 વર્ષના તા.28મી પોઝિટિવ આવેલા પુરૂષ દર્દીનું મૃત્યું નીપજ્યું હતુ જ્યારે આજે બુધવારે રાજુલાના મોચી ચોક વિસ્તારમાં રહેતા 55 વર્ષના પોઝિટિવ આવેલા મહિલા દર્દી તથા લીલીયાનાં 84 વર્ષના પોઝિટિવ આવેલ વૃધ્ધ અને ગારીયાધારનાં 85 વર્ષના મહિલા દર્દીનું મૃત્યું નીપજ્યું હતુ આ દર્દીઓના મૃત્યું કોરોનાથી છે કે બીજી બિમારીથી તે ઓડીટ કમીટીમાં નક્કી થશે.
અમરેલી શહેરમાં જીવાપરા, મેડીકલ કોલેજ સ્ટાફ ક્વાર્ટર, બાયપાસે, રઘુવંશી સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી, અમૃતનગર, મનસીટીમાં 2 કેસ, સુખનાથપરા, અમૃતનગર અને જશોદાનગરમાં મળી 11 કેસ સામે આવ્યા છે જ્યારે ધારીની શિવનગર સોસાયટી, અમરેલીના કેરાળા, મોટા આંકડીયા, બગસરા, ટીંબી, અરજણસુખ, દેવગામ, નવા ઉજળામાં 2 કેસ, દામનગર, કુબડા, વાવડી, જાફરાબાદ, ડુંગર અને સાવરકુંડલાના શિવાજીનગરમાં પોઝિટિવ કેસ આવ્યા હતા તથા નવા ગામ, બાબરા, ખારા અને બગસરા ગોકુળપરાના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.