- અમરેલી શહેરનાં ખુણે ખુણામાં પંજો ફેલાવતો કોરોના
- અમરેલી શહેરમાં કોરોનાનાં 8 કેસ : ચાવંડ ચેકપોસ્ટ ઉપર વધુ દોઢ હજાર લોકોની એન્ટ્રી : 40 બિમાર મળ્યાં : વધુ 9 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયાં
અમરેલી,
કોરોનાના કેસ વેગ પકડી રહયા છે ત્યારે અમરેલી શહેરના ખુણે ખુણે કોરોનાનો પંજો પહોંચ્યો છે આજે મંગળવારે કોરોનાનાં નવા 27 કેસ જિલ્લામાં નોંધાયા હતા જેમાં અમરેલીનાં મોહનનગર, જીવાપરા, અર્જુનનગરમાં 2, ગીરીરાજ સોસાયટી, ગજેરાપરા, સુળીયો ટીંબો, અમૃતનગર મળી 9 કેસ તથા નવા ઉજળા, હામાપુર, વડેરામાં 2 કેસ, લાઠી, શીલાણા, નવા પીપરીયા, બગસરાના ગોકુળપરા, આસોપાલવ સોસાયટી, વડીયા, નાની કુંકાવાવ, મોટા લીલીયા, ધારીના વેકરીયાપરા, મારૂતીનગર, કુંડલાના ગોરડકા, ગાયત્રી સોસાયટી, સીમરણ અને કુંકાવાવમાં કેસ નોંધાયા છે.આ ઉપરાંત વડીયાના હનુમાન ખીજડીયા ગામના 60 વર્ષના વૃધ્ધનું મૄત્યું નીપજ્યું હતુ તથા સાવરકુંડલાના 75 વર્ષના વૃધ્ધાનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ અને શહેરમાં ગીરીરાજ સોસાયટી, મોટા ભંડારીયા, નવા પીપરીયા, અમૃતનગર, કુંડલા રોડ, ટાવર પાસે મુળદાસબાપુની ગલી, દાનેવ ચોક, માણેકપરા, સાવરકુંડલામાં ગજાનંદપરા અને ગ્રામ સેવા સોસાયટીના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે જ્યારે ચાવંડ ચેકપોસ્ટ ઉપર દોઢ હજાર લોકોની આજે એન્ટ્રી થઇ હતી જેમાંથી 40 લોકો બિમાર મળ્યા હતા આરોગ્ય તંત્ર દ્વારા ધનવંતરી રથથી 4197 લોકોની તપાસ કરાઇ હતી અને તેમા પણ 47 લોકો બિમાર મળ્યા હતા અમરેલી જિલ્લામાં કોરોનાનાં 27 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1478 થઇ છે અને 1211 લોકોને રજા અપાઇ છે અને સતાવાર રીતે 28 મૃત્યુ થયા છે તથા 239 દર્દીઓ સારવારમાં છે.