અમરેલીમાં કોરોનાના કેસ સાવ ઓછા થયા મંગળવારે 15 કેસ નોંધાયા : 2 દર્દીના મૃત્યું

  • તંત્ર દ્વારા સતત સાવચેતીભર્યા પગલાને કારણે
  • વરસડાના 82 વર્ષના અને લીલીયાના 85 વર્ષના વૃધ્ધ દર્દીના સારવારમાં મોત : 16 દર્દીઓ સાજા,130 દર્દીઓ સારવારમાં

અમરેલી,
તંત્ર દ્વારા સતત સાવચેતીભર્યા પગલાને કારણે અમરેલીમાં કોરોનાના કેસ ઓછા થઇ રહયા છે આજે મંગળવારે 15 કેસ નોંધાયા હતા અને2 દર્દીના મૃત્યું નીપજ્યા હતા જેમાં વરસડાના 82 વર્ષના અને લીલીયાના 85 વર્ષના વૃધ્ધ દર્દીનો સમાવેશ થાય છે કોરોના પોઝિટિવ આવેલા 16 દર્દીઓ સાજા થયા હતા અને 130 દર્દીઓ સારવારમાં છે જ્યારે કુલ કેસની સંખ્યા 2728 થઇ છે.