અમરેલીમાં કોરોનાના પાંચ દર્દીઓના મોત : એકનું મ્યુકરમાઇકોસિસથી મોત

  • વાવાઝોડાની વચ્ચે પણ કોરોનાના ફુંફાડા શરૂ જ છે
  • સારવાર લઇ રહેલા કોવિડના પાંચ દર્દીઓના મોત:સલડીના સવજીભાઇનું મ્યુકરમાઇકોસિસથી મૃત્યુ

અમરેલી,
જિલ્લામાં ફુંકાયેલા વાવાઝોડાની વચ્ચે પણ કોરોનાના ફુંફાડા શરૂ જ છે રવિવારે ત્રણ અને સોમવારે અમરેલીમાં કોરોનાના પાંચ દર્દીઓના મોત નિપજયા હતા અને એકનું મ્યુકરમાઇકોસિસથી મૃત્યુ થયુ હતુ.
અમરેલીમાં સારવાર લઇ રહેલા કોવિડના પાંચ દર્દીઓના મોત સોમવારે મૃત્યુ થયા હતા તથા લીલીયાના સલડીના સવજીભાઇ કાનજીભાઇ ગોહિલે કોરોના થયો હતો અને ત્યાર બાદ મ્યુકરમાઇકોસિસ થતા ભાવનગર ખસેડાયા હતા જયા તેમનુ ઓકસિજન લેવલ સારુ થાય અને મ્યુકરમાઇકોસિસની સર્જરી થાય તે પહેલા 27 દિવસના જંગમાં સવજીભાઇ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ થયુ હતુ.