અમરેલીમાં કોરોનાના વધુ પાંચ શંકાસ્પદ કેસ આવ્યાં

અમરેલી,અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ-19 હોસ્પિટલમાં ગઇ કાલે દાખલ કરાયેલા અગાઉના તમામ દર્દીઓના રિર્પોટ નેગેટીવ આવ્યા છે અને આજે ગુરૂવારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં નવા કોરોનાના 5 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે અમરેલીની કોમર્સ કોલેજ પાસે રહેતી 18 વર્ષની દર્દી, જેશીંગપરામાં રહેતા 24 વર્ષના યુવાન તથા મીનીકસ્બાના 55 વર્ષના આધ્ોડ મહિલા દર્દી અને ધારીની પુરબીયા શેરીની 17 વર્ષની દર્દી સહિત કુલ 5 ને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુરૂવારે જિલ્લા બહારથી 42 લોકો પ્રવેશ્યા હતા જેનું સ્ક્રીનીંગ કરાયુ હતુ તથા ગેરકાયદેસર પ્રવેશેલા અને ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર 321 લોકોને સરકારી મહેમાન બનાવાયા છે જ્યારે જિલ્લામાં કુલ3185 લોકો નજરકેદ એટલે કે હોમ કવોરોન્ટાઇન છે. જિલ્લામાંથી આજ સુધીમાં 126 દર્દીઓને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરાયા હતા પણ તેમાંથી 121ના રિર્પોટ નેગેટીવ આવ્યા છે આજના 5 પેન્ડીંગ છે. તથા ઓપીડીમાંથી 487 સેમ્પલ લેવાયા છે જેમાં 36ના રિર્પોટ પેન્ડીંગ છે અને રેપીડ ટેસ્ટ અટકાવી દેવામાં આવ્યો છે.