અમરેલીમાં કોરોનાના વધુ 17 શંકાસ્પદ દર્દીઓ દાખલ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાના છ પોઝીટીવ કેસ આવ્યા બાદ શંકાસ્પદ દર્દીઓનો દાખલ થવાનો સીલસીલો સતત શરૂ રહયો છે સોમવારે અમરેલીના ત્રણ, સાવરકુંડલાના ચાર સહિત કુલ 17 દર્દીઓનો કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી કોરોનાના સેંપલ લેવામા આવ્યા છે.
જાણવા મળતી માહિતી અનુસાર અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પીટલમાં મુંબઇ થી તા.23ના આવેલ અને વિદ્યાસભાના કવોરન્ટાઇન સેન્ટરમાંથી આવેલ મોટા આંકડીયાના 48 વર્ષ ના આધ્ોડ તથા અમરેલી વૃદાવન સોસાયટીના 43 વર્ષના મહિલા તથા અમદાવાદના પાલડીથી પીપાવાવ પોર્ટ પર આવેલ 46 વર્ષના વૃધ્ધા, અમરેલીની ફેકટરીના 26 વર્ષના કામદાર બાબરાના દરેડ ગામના 12 વર્ષના બાળક, દામનગર પાડરસીંગાના 37 વર્ષના યુવાન, સુરતથી 27/3 એ આવેલ લીલીયાના 55 વર્ષના પ્રોૈઢ,કુંડલાના જેસરરોડ પર રહેતા 60 વર્ષના વૃધ્ધા,કુંડલાના નેસડી ગામના સુરતથી 15મી એ આવેલા હોમ કવોરન્ટાઇન 40 વર્ષ ના આધ્ોડ,સાવરકુંડલાના 65 વર્ષના વૃધ્ધા, અમરેલી બ્રાહ્મણ સોસાયટીના 25 વર્ષના યુવાન , લીલીયાના આંબા ગામના 14મીએ સુરતથી આવેલા 48 વર્ષના આધ્ોડ, કુંડલાના નવા પાવર હાઉસ પાસે રહેતા 18 વર્ષના યુવાન તથા છેલણા ગામે 12/5ના સુરતથી આવી કવોરન્ટાઇન રહેલ 28 વર્ષની યુવતી ટીંબીમાં પી.એચ.સી પાસે રહેતા 12 વર્ષના બાળક અને ખીરખીજડીયાના રહેતા અમદાવાદથી આવેલ 70 વર્ષના વૃધ્ધાને કોરોનાના લક્ષ્ણો સાથે શાં બા ગજેરા હોસ્પીટલમાં દાખલ કરી તેમના સેમ્પલ ભાવનગર મોકલવામા આવ્યા છે.
આજ સુધીમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ થયેલા 264 લોકોના સેમ્પલ નેગેટિવ અને છના પોઝિટિવ આવ્યા છે