અમરેલીમાં કોરોનાના વેક્સીનનાં ડોઝ લેવામાં આરોગ્યકર્મીઓ નિરૂત્સાહ

  • આરોગ્ય અધિકારીઓ પોતે વેક્સીનની શરૂઆત કરે તેવી લાગણી

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે રસીના ડોઝ આવી રહયા છે અને 16મી એ રસીકરણો પ્રારંભ થનાર છે ત્યારે વેક્સીન લેવામાં આરોગ્ય કર્મચારીઓમાં ખચકાટ હોવાનું જાણવા મળેલ છે આવા સમયે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ વેક્સીનની શરૂઆત કરે તે જરૂરી છે કારણકે જાણકારો વેક્સીનથી કોઇ નુકશાન ન હોવાનું કહી રહયા છે અને બીજી તરફ વિવિધ પ્રકારની ડર ફેલાવનારી વાતો પણ ઉડી રહી છે ત્યારે અધિકૃત રીતે આરોગ્ય તંત્ર પગલા લે તે જરૂરી છે.