અમરેલીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ દાખલ થવાનો સીલસીલો શરૂ

અમરેલી,આજ સુધી ન અમરેલી જિલ્લામાં ન પ્રવેશી શકેલ કોરોનાના કદમ હવે અમરેલી જિલ્લામાં ન પડે તેવી લોકોની પ્રાર્થના વચ્ચે અમરેલીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ દાખલ થવાનો સીલસીલો શરૂ રહયો છે આજે શનીવારે અમરેલીના બહારપરાની વૃધ્ધા, ધારીના આંબરડીની યુવતી, લીલીયાના યુવાન તથા બગસરા કણબીવાડના યુવાન અને પોલીસ હેડકર્વાટરના યુવાનના સેમ્પલ લેવાયા છે.
અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ગઇકાલે દાખલ થયેલા પાંચમાંથી બેના રિપોર્ટ નેગેટીવ આવ્યા અને તેમા ત્રણ પેન્ડીંગ હતા ત્યા શનીવારે પાછા પાંચ કેસ નવા આવ્યા હોય હાલમાં કુલ આઠ રિર્પોટ પેન્ડીંગ છે. જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં 30 વાહનોની ચકાસણીમાં કુલ 87 પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના 60 પેસેન્જરો હતા. આજરોજ 2695 પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે 2565 પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ 118 પ્રવાસીઓ અને હાલ 73 લોકો દાખલ થયા છે. તેમજ આજસુધીમાં લેવાયેલા કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ 53 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ 8 વ્યક્તિના સેમ્પલ લેવાયાં જે તમામ રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 61 શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે.