અમરેલીમાં કોરોનાના 10 કેસ નોંધાયા : હોસ્પિટલમાં બેડ ભરાવા લાગ્યા

અમરેલી,
રોજે રોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહયો છે આજે સોમવારે અમરેલીમાં કોરોનાના 10 કેસ નોંધાયા છે અને તે સાથે જ હોસ્પિટલમાં બેડ ભરાવા લાગ્યા છે આજે સોમવારે ચાર દર્દીઓ કોરોના મુકત થયા હતા જયારે આજે દસ દર્દી આવતા સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 65 થઇ છે અને તંત્ર દ્વારા રસીકરણની ઝુંબેશ પણ વધારવવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસમાં 21 હજાર કરતા પણ વધારે લોકોને રસી આપી અને કોરોના સામે રક્ષીત કરાયા હતા.