અમરેલીમાં કોરોનાની રીકવરી ખતરનાક રીતે ડાઉન : 20 કેસ સામે 3 દર્દીઓ જ સાજા થયાં

ગુરૂવારે કોરોનાના 20 નવા કેસ આવ્યા : માત્ર 3 દર્દી ડીસ્ચાર્જ, 180 દર્દીઓ સારવારમાં : કુલ કેસની સંખ્યા 3055 થઇ

અમરેલી,જીવલેણ કોરોના ખતરનાક રીતે આગેકુચ કરી રહયો છે અને તેમાં અમરેલીમાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, કોરોનાના ડાઉન થયેલા કેસોમાં ઉછાળો આવ્યો છે પણ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સાવ ડાઉન થઇ ગઇ છે આજે નવા 20 કેસની સામે માત્ર 3 દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાયા હતા.
ગુરૂવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 20 નવા કેસ નોંધાયા છે અને તેની સામે 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી જ્યારે 180 દર્દીઓ સારવાર લઇ રહયા છે જે દિવાળી સમયે માત્ર 90 ની આસપાસ હતા કોરોનાના કુલ કેસની સંખ્યા 3055 થઇ છે.