અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના મૃત્યું

  • જિલ્લામાં કોરોનાનાં નવા 32 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2293 થઇ
  • ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામના 80 વર્ષના વૃધ્ધ તથા દામનગરના 62 વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા : 20 દર્દીઓ સાજા થઇ ઘેર ગયા : સતાવાર મૃત્યુઆંક 33

અમરેલી,
ગુરૂવારે જિલ્લામાં કોરોનાનાં નવા 32 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2293 થઇ છે અને આ દરમિયાન અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના મૃત્યું નીપજ્યા હતા જેમાં ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામના 80 વર્ષના વૃધ્ધ તથા દામનગરના અવેડા ચોકમાં રહેતા 62 વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા ગુરૂવારે જિલ્લામાં સારવાર લઇ રહેલા કોરોનાનાં 20 દર્દીઓ સાજા થઇ ઘેર ગયા હતા અને 235 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહયા છે જિલ્લામાં સતાવાર મૃત્યુઆંક 33 છે.