અમરેલીમાં કોરોનાને રોકવા લોકોને તકેદારી રાખવા કલેકટરશ્રી આયુષ ઓકનો અનુરોધ

  • ગઇ કાલની જેમ આજે પણ કોરોનાનાં આઠ કેસ નોંધાયાં 45 દર્દીઓ સારવાર હેઠળ : 3 દર્દીઓ કોરોના મુક્ત બન્યાં

અમરેલી, લોકોના અકાળે મૃત્યુ નીપજાવનાર ઘાતક વાયરસ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે અમરેલી જિલ્લામાં રોજના બે ત્રણ કેસ આવતા હતા તે ત્રણ દિવસથી સતત વધી રહયા છે ગઇ કાલે કોરોનાના આઠ કેસ આવ્યા બાદ આજે પણ આઠ કેસ નોંધાયા છે અને સીધા જ સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 41 થઇ છે ત્યારે કલેકટરશ્રી આયુષ ઓકએ લોકોને માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા અને વાયરસ સામે તકેદારી રાખી જરા પણ તકલીફ દેખાય કે સારવાર લેવા લોકોને અનુરોધ કર્યો છે.