અમરેલીમાં કોરોનાનો અવિરત હાહાકાર વડેરા અને અમરેલીના દર્દીના મોત થયાં

  • કોરોનાનાં 25 પોઝિટિવ કેસ નોંધાયા : બાબરામાં 23 દર્દીઓ સારવારમાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનો હાહાકાર વધી રહયો છે આજે બુધવારે અમરેલી તાલુકાના વડેરા ગામના 85 વર્ષના કોરોનાની સારવાર લઇ રહેલા વૃધ્ધ મહિલા દર્દીનું તથા અમરેલીના લાઠી રોડ ઉપર વૃંદાવન પાર્કમાં રહેતા 78 વર્ષના પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ આજે જિલ્લામાં તંત્ર દ્વારા 452 રેપીડ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 4 પોઝિટિવ દર્દી મળ્યા હતા અને 1402 આરટીપીસીઆર કરાયા હતા જેમાં 21 દર્દી પોઝિટિવ મળતા આજે કુલ પોઝિટિવ દર્દી 25 મળ્યા હતા અને સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 234 થઇ છે જ્યારે 11 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા અને આજે 4167 લોકોને વેક્સિનથી રક્ષીત કરવામાં આવ્યા હતા.બાબરામાં પણ પ્રતિનીધી શ્રી દિપક કનૈયા જણાવે છે કે આજ સુધીમાં બાબરામાં 235 લોકો કોરોનાની ઝપટે ચડયા છે બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં 14 અને શહેરમાં 9 એક્ટિવ કેસો છે છતા લોકો માસ્ક પહેરતા નથી.