અમરેલી,અત્યાર સુધી આવેલા લોકડાઉનથી જનજીવન થાકી ગયું હતું અને હવે ગ્રીન ઝોનને કારણે અમરેલી જિલ્લાને છુટ મળી રહી છે ત્યારે લોકોએ અત્યાર સુધી રાખી તેવી જ તકેદારી રાખવી પડશે કારણ કે, જો અમરેલીમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો તો ગ્રીન ઝોન નહી રહે.સોમવારથી જિલ્લા પ્રસાશનના નિર્દેશ અનુસાર અમુકને બાદ કરતા તમામ ધંધાર્થીઓને શરતો સાથે છુટ મળવાની છે જોકે તેમાં અપાયેલી શરતોનું પાલન નહી થાય તો કડક પગલા પણ ભરાશે તેવો તંત્ર દ્વારા નિર્દેશ અપાયો છે અને સુરત-અમદાવાદ કે બહારના જિલ્લામાંથી લોકોને અમરેલી જિલ્લામાં પ્રવેશ આપવો કે નહી તેનો મામલો હજુ અધ્ધરતાલ છે ત્યારે આજે રવીવારે રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ આજે કલેકટરશ્રી નવુ જાહેરનામુ બહાર પાડશે અને તે જાહેરનામુ વેપારી મંડળોને પહોંચાડાય ત્યારે તે મુજબ જ તમામે ધંધા રોજગાર શરૂ કરવા તેમકલેકટરશ્રી અમરેલીએ જણાવેલ છે.