અમરેલીમાં કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં પાંચ મોત

  • રવિવારે 23 અને સોમવારે 24 કેસ આવ્યા : ચિતલ રોડ ઉપર પાણીપુરી વાળો કોરોના પોઝિટિવ : અનેક લોકો ભોગ બન્યા
  • રવિવારે બાબરા, ફતેપુર અને અમરેલીના જીવાપરાના દર્દીના મોત, સોમવારે બહારપરા, કેરીયા રોડ, બગસરા, સાવરકુંડલા, ચિતલના દર્દીના મોતથી સ્મશાનની ભઠીઓ ચાલુ
  • અમરેલીના સ્મશાને પણ વેઇટીંગ જેવી સ્થિતી : લોકોની બેદરકારી ઘરના વડીલોનો ભોગ લઇ રહી છે : લોકો સાવચેત નહી થાય તો હજુ પણ ખરાબ સ્થિતી આવી રહી છે

અમરેલી,
અમરેલીમાં જન જીવન માસ્ક સાથે પણ પુર્વવત બની રહયુ છે ત્યારે અમરેલીમાં કોરોના વિકરાળ બની રહયો છે અને અનેક લોકોના મોતના મુખમાં ધકેેલી રહયો છે રવિવારે 3 અને સોમવારે 5 લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેના કારણે અમરેલીના સ્મશાને પણ થોડીવાર વેઇટીંગ જેવી હાલત થઇ ગઇ હતી દરમિયાન રવિવારે કોરોનાનાં 23 અને સોમવારે 24 કેસ સામે આવ્યા છે.
રવિવારે બાબરાનાં 75 વર્ષના વૃધ્ધ પોઝિટિવ દર્દી તથા ફતેપુરના 60 વર્ષના માર્કેટયાર્ડમાં તોલાટમાં જતા શ્રમજીવીઅને અમરેલીના જીવાપરાના 70 વર્ષના કોરોના પોઝિટિવ વૃધ્ધાના મૃત્યુ નીપજ્યા હતા તથા સોમવારે અમરેલી નગરપાલિકાના હમણા જ નિવૃત થયેલા અને બહારપરામાં રહેતા એક કર્મચારી, ચિતલના 75 વર્ષના વૃધ્ધા, અમરેલી કેરીયા રોડના 75 વર્ષના વૃધ્ધ, સાવરકુંડલાના વૃધ્ધા તથા બગસરાના ગાયત્રી મંદિર પાસે રહેતા 50 વર્ષના એસટીના કંડકટર મળી કુલ પાંચના સાંજ સુધીમાં મૃત્યું નીપજ્યા હતા.
મોટી ઉમરના વડીલો કોરોના પોઝિટિવ થયા બાદ ગમે તે કારણે ટપોટપ મરણને શરણ થઇ રહયા છે અને સમાજને અને આવનારી પેઢીને મોટી ખોટ પડવાની છે કોરોનાથી માત્ર મોટી ઉમરના લોકો જ મૃત્યુ પામે છે તેવુ નથી આજે મૃત્યુ પામેલામાં બગસરાના કંડકટર માત્ર 50 વર્ષની ઉમર હતી અને તેને ગઇ કાલે જ 6 તારીખે બપોરે દાખલ કરાયા હતા અને 7 તારીખે સાંજે તેમનું મૃત્યુ નીપજ્યું હતુ.
રવિવારે કોરોનાનાં 23 કેસ નોંધાયા હતા જેમાં 8 અમરેલીના હતા જ્યારે આજે 24 કેસ નોંધાયા છે જેમાં અમરેલીના ગુરૂકૃપાનગર, કસ્બામાં,જેશીંગપરાનાં 2, મોટા કસ્બા, ગજેરાપરા, કાશ્મીરા ચોક મળી 8 કેસ નોંધાયા છે અને ફતેપુર, રાજુલા, ચિતલ, ધારીમાં 3, બગસરા, કુંડલા જેસર રોડ, કુંકાવાવ, મોણપુર, મોટા જીંજુડા, કુંડલાના શીવાજીનગરમાં 2, લાઠી મારૂતીનંદન અને તળાવ પ્લોટમાં કેસ નોંધાયા છે. દરમિયાન કલેકટરશ્રી દ્વારા રેપીડ ટેસ્ટ વધ્ાુ કરવાનો નિર્ણય લેવાયા બાદ રેપીડ ટેસ્ટ સતત ચાલુ છે આજે 1302 ટેસ્ટ કરાયા હતા અને એક રિપોર્ટ પેન્ડીંગ રહયો છે.