અમરેલીમાં કોરોના ચરમસીમા તરફ : 24 કલાકમાં 30 કેસ

  • સુરતથી આવતી-જતી એસટી અને ખાનગી બસ ઉપર વધુ 7 દિવસ પ્રતિબંધ મુકાયો
  • ગઇ કાલે 18 કેસ આવ્યા બાદ આજે 30 કેસ નોંધાતા કુલ કેસ 543 થયાં : 343 લોકો સાજા થયા, લોકલ સંક્રમણનો દોર શરૂ : અમરેલી, કુંડલા અને બગસરામાં વધુ કેસ
  • ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી વધુ 582 લોકો જિલ્લામાં આવ્યા : 40 બિમાર મળ્યા : જિલ્લામાં લેવાયેલ રેન્ડમ 300 સેમ્પલમાંથી સવાસો સેમ્પલની લેબ થતા 22 પોઝિટિવ મળી આવ્યાં

અમરેલી,
કોરોનાનાં સંક્રમણને રોકવા માટે અનલોક વચ્ચે પણ આજથી સુરતથી આવતી-જતી એસટી અને ખાનગી બસ ઉપર વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવાયો છે તો બીજી તરફ અમરેલીમાં કોરોના ચરમસીમા તરફ જઇ રહયો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે ગઇ કાલે 18 કેસ આવ્યા બાદ આજે 30 કેસ નોંધાતા કુલ કેસ 543 થયાં છે અને આજ સુધીમાં 343 લોકો સાજા થયા છે.
કોરોનાનાં લોકલ સંક્રમણનો દોર શરૂ થયો છે અમરેલી, કુંડલા અને બગસરામાં સૌથી વધુ કેસ આવી રહયા છે આજે ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી વધુ 582 લોકો જિલ્લામાં આવ્યા હતા અને તેમાંથી 40 બિમાર મળ્યા છે તંત્ર દ્વારા જિલ્લામાં લેવાયેલ 300 રેન્ડમ સેમ્પલમાંથી સવાસો સેમ્પલની લેબ થતા 22 પોઝિટિવ મળી આવ્યાં છે અને 177 રેન્ડમ તથા દાખલ થયેલાના 15 રિપોર્ટ પેન્ડીંગ છે.આજે બુધવારે સવારે ધારીની આંબલી શેરીમાં 75 વર્ષના મહિલા, અમરેલી રૂપમ સીનેમાન પાસે 48 વર્ષના પુરૂષ, અમરેલી લીલાવર ચોકના , બગસરા કુંકાવાવ નાકે મહિલા, બાબરા જીઆઇડીસીનો યુવાન, બાબરાના ખીજડીયા કોટડામાં વૃધ્ધ, પીઠવાજાળમાં મહિલા, કુંડલાની ગાંધીગ્રામ સોસાયટીમાં વૃધ્ધ, બિનાકા ચોકના વૃધ્ધ, જાફરાબાદમાં 45 અને 20 વર્ષની મહિલા, રાજુલા ગાયત્રી મંદિર પાસે યુવાન, અમરેલી શાસ્ત્રીનગરના આધોડ, બટારવાડીનો યુવાન, કુંડલાના મેરીયાણાનો યુવાન, કુંડલામાં આધોડ અને પ્રૌઢ, બગસરાના અમરાપરામાં વૃધ્ધ અને આધોડ, બગસરાના વાંજાવાડમાં યુવતી, તોરીની યુવતી, મોટા આંકડીયાના વૃધ્ધ, ચલાલાના યુવાન, કુંડલાના યુવાન, કુંકાવાવના અનીડાની મહિલા, જાફરાબાદનો 19 વર્ષનો યુવાન, રાજુલાના 60 વર્ષના વૃધ્ધ, કુંડલામાં 30 વર્ષનો યુવાન, દામનગરના નારાયણનગરના વૃધ્ધ અને કુંકાવાવના નાજાપરના આધોડ મહિલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ ઉપરાંત અમરેલીના કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં વધુ 20 દર્દીઓ દાખલ થયા છે જેમાં અમરેલીના ચક્કરગઢ રોડ, ચિતલ રોડ, અમરેલી શાકમાર્કેટ પાસે, અમરેલી સીમંધર સોસાયટીમાં 2, નારાયણ નગર લાઠી, પીયાવા, રૂગનાથપુર, જેશીંગપરા શેરી નં.2, ચલાલા તળાવ વિસ્તાર, મોટા આંકડીયા, કુંડલાનું વિજયાનગર, બગસરા વાલ્મીકીવાસ, અમરાપરા, બગસરા વાંજાવાડ, અમરેલી બહારપરા, બગસરાના જુની હળીયાદ, નાજાપુર, અમરેલીના લાઠી રોડ જશોદાનગરનો સમાવેશ થાય છે.