અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબ શરૂ કરવા તૈયારીઓ

અમરેલી,અવધ ટાઇમ્સના અહેવાલને પગલે ભારત સરકાર અને શ્રી શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબ શરૂ કરવા તૈયારીઓ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.
હાલના તબક્કામાં સૌરાષ્ટ્રના વડા મથક એવા રાજકોટ, અમરેલી અને અમદાવાદ વચ્ચે એકમાત્ર આડા આવેલો ભાવનગર, બોટાદ,ગીેરસોમનાથ જેવા આસપાસના જિલ્લાઓમાં આવી ચુકેલો ઘાતક કોરોના વાયરસ અમરેલીથી દુર નથી જ અને કદાચ ઘુસી ગયોે હોય તો પણ આપણને જાણ નથી માટે કોરોના આપણે ત્યા આવવાનો જ છે માની અને સાવચેતી રાખી તકેદારી માટેના તમામ પગલાઓની જરુર છે ત્યારે કોરોના સામે લોકડાઉનની જેમ જ પહેલી તકેદારી કોરોનાનુ ઝડપી નિદાન છે અને તેના માટે કોરોના ટેસ્ટ કરવાની લેબોરેટરી હોવી જરુરી છે.આજ સુધીમાં અમરેલીમાં 41 જેટલા કોરોનાના શંકાસ્પદ કેસો આવ્યા હતા અને સદભાગ્યે તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે પણ આપણે આ ટેસ્ટીંગ કરવા સેમ્પલો ભાવનગર મોકલવા પડે છે અને 24 કલાકે કયારેક તો વધારે મોડા રિર્પોટ મળતા હોય છે અને ત્યા સુધી શંકાસ્પદોને એક જ વોર્ડમાં સાથે રાખવામાં આવતા હોય છે દાખલા તરીકે ત્રણ દર્દી આવ્યા તેમા બે નેગેટીવ અને એક પોઝીટીવ છે તો 24 કલાકે રિર્પોટ આવે ત્યા સુધીમાં બન્ને નેગેટીવ કેસને પણ પોઝીટીવ સાથે રહેવુ પડે અને તેના સંક્રમીત થવાની શકયતા વધી જાય છે. જો તાત્કાલીક નિદાન થાય તો 75 ટકા કેસો થવાની શકયતા ઓછી થઇ જાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીની શ્રી શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારમાં મંજુરી લેવાની અને તેના માટે જરુરી મશીનરી કે જે વિદેશ થી લાવવી પડે તેના માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે અને અમરેલીમાં આ લેબ વહેલી શરૂ થાય તેના માટે કલેકટરશ્રી દ્વારા પણ કાર્યવાહીઓ થઇ રહી છે.