અમરેલીમાં કોરોના નો હાહાકાર સ્થાનિક સંક્રમણ શરૂ ૧૨ કલાકમાં ત્રણ મૃત્યુ

અમરેલી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે 11 મોત થયા બાદ ગતરાત્રીના કોરોના ની સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા
ધારીના સરદાર નગર વિસ્તારમાં રહેતા અને આઠમી જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે ૬૫ વર્ષના કુંવરબેન વલ્લભભાઈ કટકિયા નું અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું બીજા બનાવમાં દામનગર તાલુકાના કાચરડી ગામ ના તારીખ 6 ના દાખલ કરાયેલા 72 વર્ષના ડાહીબેન કરસનભાઈ ભાટી નું  સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું
ત્યારે ત્રીજા મૃત્યુના બનાવમાં બગસરાના મેઘાણીનગર માં રહેતા રમણીકભાઈ દેવચંદભાઈ સવાણી તેને તારીખ 3 ના દાખલ કરવામાં આવ્યા હતા તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું
આ ત્રણેય મૃત્યુ છીએ કે જેમણે કોઈ મુસાફરી કરી નથી લોકલ સંક્રમણને કારણે તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમના મૃત્યુ થયા હતા  સાથે અમરેલી જિલ્લામાં કોરોના થી મૃત્યુ આંક ૧૪ થયો છે