અમરેલીમાં કોરોના પોઝીટીવનો વધુ એક કેસ મળ્યો : કુલ 9

અમરેલી,તા. 30 મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધ્ાુ 1 પોઝિટિવ કેસ મળી કુલ 9 કેસ નોંધાયેલ છે. અને 2 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.23 મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 39 વર્ષીય પુરુષને કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામા આવ્યા હતા. મુળ કુંકાવાવના ભુખલી સાંથડીના વતની છે. અને જેતે વખ્તે તાવ,ઉધરસ જેવા લક્ષ્ણો દેવાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.