- 8 દર્દીઓ સાજા થયાં, હજુ 80 દર્દીઓ સારવારમાં : કુલ કેસ 3689 થયાં
અમરેલી,
કોરોનાની શરૂઆત થયા પછી નજીકના સમયમાં પહેલી વખત જ કોરોનાનાં સૌથી ઓછા દર્દીઓ 28મી તારીખે માત્ર 4 જેટલા નોંધાયા છે જેની સામે 8 દર્દીઓ સાજા થયા છે અને 80 દર્દીઓ સારવાર લઇ રહયા છે.
જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3689 થઇ છે અમરેલીના ચિતલ રોડે તપોવન પાર્કમાં રહેતા 88 વર્ષના કોરોના પોઝિટિવ પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.