અમરેલીમાં કોરોના લેબોરેટરી આપો : ડો.કાનાબાર, શ્રી ગજેરા

  • રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ રજુઆત : કોરોનાના નિદાન માટે
  • કોરોનાના બેડ વધારવા માટે નર્સીગ હોસ્ટેલનું મકાન ફાળવવા અંગે પણ રજુઆત કરાઇ
  • અપુરતી વ્યવસ્થાનાં કારણે કોરોનાનાં રિપોર્ટ માટે 24 કલાક સુધી અનેક દર્દીઓને જોવી પડતી રાહ
  • જો કોરોના રિપોર્ટ સમયસર મળે તો નેગેટીવને સંભીત પોઝીટીવ દર્દીનાં વોર્ડમાં રહેવાનું કોઇ જોખમ પણ ઉઠાવવું ન પડે
  • કોરોનાનાં દર્દીઓમાં સતત વધારો થતાં આગામી દિવસોમાં વધારાનાં બેડની પણ અત્યારથી જ વ્યવસ્થા કરવી જરૂરી

અમરેલી,અમરેલીમાં કોરોનાના નવા કેસ કૂદકે અને ભૂસકે વધી રહયા છે, પરતુ હજુ પણ સ્થાનિક કક્ષાએ લેબોરેટરીની પુ2ી વ્યવસ્થાનાં અભાવે રીપોર્ટ માટે 24 કલાકની રાહ જોવી પડે છે. આ વિલંબને કારણે કોરોનાની શંકાસ્પદ કેસોને એક જ વોર્ડમાં રાખવામાં આવે છે. બીજા દિવસે રીપોર્ટ આવ્યા બાદ પોઝીટીવ દર્દીઓને કોરોના વોર્ડમાં ખસેડવામાં આવે છે અને નેગેટીવ દર્દીઓને રજા આપવામાં આવે છે પણ આ 24 કલાક દરમિયાન જે લોકો નેગેટીવ હોય છે તેને પણ સંભવિત પોઝીટીવ દર્દીના વોર્ડમાં રહેવાનું જોખમ ઉઠાવુ પડે છે. આ ઉપરાત પાકો રીપોર્ટ આવ્યા પહેલા દર્દીનાં કોન્ટેક્સને ક્વોરન્ટાઈન કરવાનું અને પોઝીટીવ દર્દીનાં વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન ઉભા કરવાની પ્રક્રિયા પણ 24 કલાકનો વિલંબ થાય છે. આ બંને બાબતોને કારણે નવા દર્દીઓમાં કોરોનાના વાયરસનાં સંક્રમણનું ખુબ મોટું જોખમ ઉભુ થાય છે.
અમરેલી જીલ્લાની શાંતાબેન ગજેરા મેડીકલ કોલેજ નીચેની હોસ્પીટલ અમરેલી જીલ્લાની 16 લાખની વસ્તીને માટે કોરોનાની સારવાર માટેનું એકમાત્ર સ્થળ છે. જીલ્લાની આ એક માત્ર સિવિલ હોસ્પીટલમાં હાલનાં સંજોગોમાં કોરોનાના નિદાન માટેની લેબોરેટરી હોવી અનિવાર્ય બની છે. જે બાબતે અમરેલી જીલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અને શાંતાબેન ગજેરા મેડીકલ કોલેજના શ્રી વસંતભાઈ ગજેરાએ બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીનાં નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઈ પટેલને મળી ભારપૂર્વક રજુઆત ક2ી હતી.આ ઉપરાત જે રીતે કેસ વધતા જાય છે તે જોતા આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓ માટે વધારાના બેડની જરૂર પડનાર છે. જો અગાઉથી આ આયોજન ન કરવામાં આવે તો હાલ જે રીતે સુરતમાં હોસ્પીટલમાં પથારી મળવાનું મુશ્કેલ બન્યુ છે, એવી જ ગંભી2 પિરસ્થિતિ અમરેલીમાં ઉભી થઈ શકે. હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પીટલનાં ઉપરનાં માળે 150 પથારીની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય ઓ.પી.ડી., ડીલીવરી અને ઓપરેશનો માટે માત્ર ગ્રાઉન્ડ ફલોર જ ઉપલબ્ધ છે. જેને કારણે કોરોના સિવાયનાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો માટે સિવિલ હોસ્પીટલ આવતા ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો હોસ્પીટલમાં આવતા ડરે છે. આવા દર્દીઓને ના છુટકે પ્રાઈવેટ હોસ્પીટલમાં પોષાતુ ન હોય તો પણ સારવાર લેવાની ફરજ પડે છે. હાલ સિવીલ હોસ્પીટલ કેમ્પસમાં નર્સીગ હોસ્ટેલનું ત્રણ માળનું મકાન ખાલી છે. જયા સુધી કોરોનાનો આ ઉપદ્રવ ચાલુ રહે ત્યા સુધી આ મકાન કામચલાઉ જો ટ્રસ્ટને ફાળવવામાં આવે તો ત્યા પણ કોરોનાનાં બેડ ખસેડી તદ્ન અલગ જ મકાનમાં તેની વ્યવસ્થા થઈ શકે આ અંગે પણ બંને આગેવાનોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ ભારપૂર્વક રજુઆત ક2ી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બંને માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક ખાત્રી આપી હતી.