અમરેલીમાં કોરોના લેબ શરૂ કરવામાં વિલંબ શા માટે ? : મશીન અમરેલીમાં જ ઉપલબ્ધ ?

અમરેલી,અમરેલીમાં કોરોના લેબ માટેની પ્રક્રિયા કયાં પહોંચી ? તેની ઇંતેજારી દરેક નાગરીકોને છે અને અમરેલીમાં કોરોના લેબ શરૂ કરવામાં વિલંબ શા માટે ? થઇ રહયો છે તે ચર્ચાનો વિષય બનેલ છે પણ આ લેબ માટે પ્રાથમિક તબકકે મશીન અમરેલીમાં જ ઉપલબ્ધ હોવાનું આરોગ્ય વર્તુળો કહી રહયા છે અને ટીબીના નિદાનમાં વપરાતુ મશીન જીન એક્ષપર્ટ કોરોના ટેસ્ટીંગ માટે ચાલે તેમ હોય તેવી ગાઇડ લાઇન પણ આરોગ્ય તંત્ર દ્વારા અપાઇ હોવાનું જાણવા મળેલ છે અને જો આ શકય હોય તો અમરેલીમાં રાજય સરકાર હસ્તકની અદ્યતન ટીબી હોસ્પિટલ પણ છે.
આ અંગે સીડીએચઓ શ્રી પટેલનો સંપર્ક સાધતા તેમણે આ મશીનનો ઉપયોગ કરવામાં કલેકટરશ્રી નિર્ણય લેશે તેમ જણાવી મહુવાથી પણ આ પ્રકારના મશીનની સગવડતા કરાઇ રહી હોવાની વાતને સમર્થન આપ્યું હતુ.