અમરેલીમાં કોરોના લોક જાગૃતિ અભિયાન

અમરેલી, ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા કોવિડ 19 કોરોના અંગે લોકોમાં લોકજાગૃતિ હેતુ કું એકાંકી અગ્રવાલ મેડમ યુવા સંયોજકશ્રી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ ઓફિસર(શરૂફ) અને યુવા મંડળો દ્વારા જાહેર જગ્યામાં દીવાલો પર કોરોના જાગૃતિ સૂત્રો તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અંગે વારંવાર સાબુથીન હાથ ધોવા અંગે તથા સોસિયલડિસ્ટન્સ જાળવવા અંગે દીવાલો પર ચિત્રો દોરી લોકોને સમજાય એ રીતે કું એકાંકીબેન અગ્રવાલ દ્વારા ખાસું સરળ ભાષામાં સમજાવી પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ કોરોના વોરિયર્સ પ્રત્યે લોકો દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવે તથા કોરોના વોરિયર્સને સન્માનની નજરથી જોઈ એમનું સન્માન કરવા અંગે લોકોને ખાસ જાણવવામાં આવેલ હતું. ભારત સરકારની સ્ટીગમાં પ્રોગ્રામ અંતર્ગત કચેરીના ફિલ્ડ ઓફિસર (શરૂફ) સાગર મેહતા,કિરણ કોટિલા,ભવાની જોશી દયા મકવાણા,દિપક પરમાર વગેરેએ વિવિધ તાલુકામાં વોલ્પેંટિંગ માટે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમની અંદર ઓફિસ આસિસ્ટન્ટ શ્રી પ્રવીણભાઈ જેઠવા એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.