અમરેલીમાં કોરોના વિસ્ફોટ : નવા 12 પોઝિટીવ કેસ

  • અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં નવ કેસો આવ્યા : મોડી સાંજે બગસરામાં માઉન્ટ આબુ ગયેલા પ્રવાસીઓ પૈકી 3ના રિર્પોટ પોઝિટીવ આવ્યા : કુલ 12 કેસ થયા
  • અમરેલીમાં કોરોના ભયંકર હદે ફેલાયો : સવારના નવ કેસમાંથી અમરેલી શહેરના જ પાંચ કેસો : આઇએમએ ના પ્રેસીડેન્ટ ડૉ. ગજેરા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ

અમરેલી,
હમણા હમણા શરૂ થયેલા કોરોનાના સંક્રમણને ખાળવા જિલ્લા સહિત અમરેલી શહેરભરમાં માસ્ક માટે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરાઇ છે તેવા સમયે અમરેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે જિલ્લામાં આજે ગુરુવારે નવા 12 પોઝિટીવ કેસ આવ્યા છે બપોરના સમયે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં નવ કેસો આવ્યા હતા ત્યાર બાદ મોડી સાંજે બગસરામાં માઉન્ટ આબુ ગયેલા પ્રવાસીઓ પૈકી 3ના રિર્પોટ પોઝિટીવ આવ્યા હતા જેથી કુલ 12 કેસ થયા છે અને તેમાય અમરેલી શહેરમાં કોરોના ભયંકર હદે ફેલાઇ રહયો છે અને કદાચ ફેલાઇ ગયો છે વેકસીન કોરોના સામેની શરીરની લડતમાં મદદરૂપ થઇ રહી છે પણ કોરોનાને ફેલાતો તે વેકસીન નહી પણ માસ્ક જ અટકાવી શકશે .
આજે સવારના નવ કેસમાંથી અમરેલી શહેરના જ પાંચ કેસો આવ્યા છે જેયારે એક રાજુલા અને એક જાફરાબાદ તથા બે કેસ સાથે ધારીીમાં પણ કોરોનાનું આગમન થયું છે.
અમરેલી આઇએમએ ના પ્રેસીડેન્ટ ડૉ. જી. જે. ગજેરા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી કોરોનાને ગંભીરતાથી લેવાની સલાહ આપી ડર નહી પણ સાવચેતી રાખવા જણાવાયું છે અને કોરોનાનો ગઇ લહેરમાં આવેલ ડેલ્ટા વેરીયન્ટ જ આ વખતે ફરી આવ્યો હોય લોકોને વધુ એક વખત સચેત રહેવા અમરેલી ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના પ્રેસીડેન્ટ અને શહેરના સીનીયર ડૉ. જી જે ગજેરાએ જણાવેલ છે.બીજી તરફ કુંકાવાવના મોટા ઉજળા ગામે ચાલુ સ્કૂલે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ ભારે પડ્યો હોય તેમ સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઇ છે અને શિક્ષક સંક્રમિત બન્યા છે જેથી શાળા રવિવાર સુધી બંધ રખાઇ હોવાનું વડીયાથી પત્રકાર શ્રી ભીખુભાઇ વોરાનો અહેવાલ જણાવે છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ના વહીવટી તંત્ર દ્વારા સરકાર ની સેવાઓ લોકોના દ્વારે પહોંચાડવા માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્ર્મણ ના વધતા કેસ વચ્ચે વડિયા ના મોટા ઉજળા ની ચાલુ સ્કૂલ માં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા અને કોરોના ગાઇડલાઇન ના રીત સર ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ત્યારે આ બાબત ની નોંધ લઈ ને મીડિયા એ પણ ઉચ્ચ અધિકારીઓ નુ ધ્યાન દોરવા માટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યાં આજે સેવા સેતુ ના બીજા દિવસે મોટા ઉજળા ની એ સ્કૂલ કે જ્યા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો તે સ્કૂલ ના એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા આ સેવા સેતુ કાર્યક્રમ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આવેલા લોકો, ટોળે વડેલા લોકો અને માસ્ક વગર ના અનેક લોકો સાથે વહીવટી તંત્ર ના કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.ત્યારે આ સ્કૂલ માં આવેલું સંક્ર્મણ હવે સમગ્ર સ્કૂલ અને ગામને કેટલું સંક્ર્મીત કરશે એતો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ ઘટના પરથી આટલુ ચોક્કસ કહી શકાય કે ગ્રામીણ વિસ્તાર માં અને એમાં પણ ચાલુ સ્કૂલ માં સરકારના વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમની અસર તે સ્કૂલ ના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ ને પડી છે એ વાત નક્કી છે. આ કોરોના સંક્ર્મણ ના બીજી લહેર બાદ ગામડા ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ની પાટે ચડેલી ગાડી ફરી પાટા પરથી ઉતરશે. હાલ જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રવિવાર સુધી આ સ્કૂલ ને બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. સાથે સાથે શાળા ના બાળકો અને શિક્ષકો ના પણ ઇ્ઁભઇ ટેસ્ટ કરવા જણાવાયુ છે.લોક મુખે સાંભળવા મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ માં દેવગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના જંગર પેટા કેન્દ્ર ના કોઈ આરોગ્ય કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તે પણ આ કેમ્પ માં હતા તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. જોકે આ બાબતે કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઇ નથી. પરંતુ ગામડામાં વહીવટી તંત્ર ની બેદરકારી થી કોરોના સંક્ર્મણ ના વધે તે માટે જરૂરી પગલાં લેવા ખુબ જરૂરી બને છે.