અમરેલીમાં કોરોના સામેની લડાઇમાં આરોગ્ય માટે રૂ.48 લાખ મંજુર

  • ખાણ અને ખનીજ વિભાગ અમરેલી સંચાલિત અમરેલી ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા
  • ફંડ મંજુર થતા જિલ્લામાં આરોગ્ય સુવિધામાં વધારો થશે : કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય દ્વારા અપાયેલું અનુદાન

અમરેલી,
ગુજરાત સરકારના ઉધ્યોગ અને ખાણ વિભાગના ઉપક્રમ એવા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન અમરેલી દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ: 2019-20 ની ગ્રાન્ટમાંથી કોરોના સામેની લડાઇમાં જિલ્લાના આરોગ્ય વિભાગને રૂ.48 લાખનુ અનુદાન મંજુર કરાયુ છે. જેમાં આરોગ્ય વિભાગને જુદા-જુદા મેડિકલ સાધનો જેવા કે High Flow Nasal Canula Therapy Device High Flow Nasal Oxy., Venti Circuit ylu High Flow Nasal Oxy., Ventilator Mask ખરીદવા માટે રૂ.48 લાખની ફાળવણી કરવામાં આવી છે. કોરોના સામેના જંગમાં આ અનુદાન આરોગ્ય વિભાગ માટે અતિ ઉપયોગી બની રહેશે.કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, સ્ટેટ નોડલ યુનિટ (ગુજરાત), ગાંધીનગરના ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોનુ પરીક્ષણ તથા સ્ક્રીનીંગ અને અન્ય ઉપકરણોની ખરીદી/ઇન્સ્ટોલેશન માટેના ઠરાવને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકજિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એ.ગોહિલ તથા ભુસ્તરશાસ્ત્રીશ્રી બી.એમ.જાલોંધરાના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન અમરેલીની વર્ષ:2019-20 ની ગ્રાન્ટમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અમરેલીને 48 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી કોરોનાના દર્દીઓ માટે જરૂરીયાત મુજબના મેડિકલ ઉપકરણોની ખરીદી કરવામાં આવશે.