અમરેલીમાં કોરોના સામે સંઘર્ષમાં એએસઆઇએ પ્રાણની આહુતી આપી : પોલીસ બેડામાં ઘેરો શોક

  • અમરેલીમાં કોરોનાના કેસ ઓછા થવામાં છતા મરણનો બનાવ
  • એસપીશ્રી નિર્લિપ્ત રાયે એએસઆઇ શ્રી માણંદભાઇ ખેતરીયાને શ્રધ્ધાંજલી પાઠવી : અમરેલી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ જેમ ઠંડી વધી રહી છે તેમ ઘટી રહયા છે પરંતુ તેમ છતા ઘાતક કોરોનાએ આજે વધુ એક કોરોના વોરિયર્સનો ભોગ લીધો હતો.
અમરેલી જિલ્લામાં પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા ASI શ્રી માણંદભાઈ જીવાભાઈ ખેતરીયા ઉ.વ.56નું આજરોજ કોરોના સંક્રમણના કારણે દુ:ખદ અવસાન થયેલ હતુ જીવની પરવાહ કર્યા વગર ફરજ બજાવનાર આ યોધ્ધાને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ શ્રધ્ધાંજલી પાઠવી હતી આ બનાવને પગલે પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાનાં ત્રણ નવા કેસ આવ્યા છે અને ચાર દર્દી સ્વસ્થ થયા હતા જ્યારે 49 દર્દી સારવારમાં છે અને કુલ કેસની સંખ્યા 3725 થઇ છે અને આજના મૃત્યુ સાથે સતાવાર મૃત્યુઆંક 41 થયો છે.