અમરેલીમાં કોસ્મેટીક એશોસિએશન સ્વયંભુ લોકડાઉન પાળશે

  • કોરોનાને કાબુમાં રાખવા માટે આવકારદાયક નિર્ણય
  • અમરેલી કન્ઝર્યુમર પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોની બેઠકમાં નિર્ણય

અમરેલી,
હાલ કોરોનાના કેસો દિન-પ્રતિદિન અમરેલીમાં વધતાં જતા જાય છે. તે હાલની પરિસ્થિતી ધ્યાનમાં લઈ તમામ સભ્યો પાસે એફએમસીજી (કોસ્મેટીક) ઓફીસનો સમય ઘટાડવાનો પ્રસ્તાવ મુકેલો હતો અને તમામ સભ્યોે સહકાર આપી તે પ્રસ્રાવનો સ્વીકાર કરેલ છે. તો હાલ આપણા એ.સો.ને તા.10/7/2020 થી તા. 31/7/2020 સુધી ઓફીસનો સમય 8:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવેલ છે. તમામ સભ્યોને સહકાર આપી ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આ સમય પ્રમાણે ઓફીસ ખોલવાની રહેશે. તે તમામ સભ્યોના હિત માટે એ.સો. નિર્ણય કરેલ છે અને તા.21/7/2020 પછી પરિસ્થિતીની પ્રમાણે સમયની ફેરબદલીની ગ્રુપમાં જાણ કરવામાં આવશે. તમામ સભ્યો આપણા એ.સો. નિર્ણયને માન આપવા પ્રમુખ શ્રી શરદભાઇ શાદરાણી, ઉપપ્રમુખ હરેશભાઇ સેજપાલ, મંત્રી રોમીલભાઇ ગઢીયાએ એફએમસીજી વતી અખબારી યાદીમાં જણાવ્યું છે.