અમરેલીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ત્રણ ઝડપાયાં

  • રામજીમંદિર નજીક અને ચક્કરગઢ રોડ પર પાનનાં ગલ્લે ઓનલાઇન સટ્ટો રમાતો હતો

અમરેલી,
અમરેલી ચક્કરગઢ રોડ પટેલ સંકુલ સામે ” ઓમ પાન ’’ના ગલ્લાની બાજુમાં જાહેરમાં મોબાઇલ ઉપર ઓનલાઇન મેચ જોઇ પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા ત્રણ શખ્સો ભાવિકભાઇ અરવિંદભાઇ વાધેલા, કુત્બુદીનભાઇ દિલાવરભાઇ વણાંક, અલ્તાફભાઇ અબ્દુલાભાઇ કશીરી રહે.ત્રણેય અમરેલીને રોકડા રૂ.12,260/- મળી કુલ રૂ.47,260/- ના મુદ્દામાલ સાથે તેમજ અમરેલી રામજી મંદીર સામે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમતા બે ઇસમોને રોકડા રૂ.21,150/- મળી કુલ રૂ.27,150/-ના મુદ્દામાલ સાથે અમરેલી સીટી પોલીસે પકડી પાડેલ છે. આ કામગીરી સીટી પીઆઇ શ્રી જે.જે.ચૌધરીીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ શ્રી એસઆર શર્મા, શ્રી વીવી પંડ્યા, હેડ કોન્સે.શ્રી બી.એમ.વાળા તથા બી.ડી.વાળાએ કરી હતી.