અમરેલી,
અમરેલીના વતની અને હાલ અમદાવાદ રહેતા યુવાનને ક્રિપ્ટો કરન્સીની એપમાં રોકાણ કરવાની અને તેમાં સારુ વળતર મળશે અને પ્રોફિટ થશે તેવી લાલચ આપી રૂપિયા 11 લાખ જેવી રકમ વિસાવદરના ભૂતડી ગામનો જય પટેલ ઓળવી ગયાની ફરિયાદ અમરેલી શહેર પોલીસમાં નોંધાવા પામી છે.આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અમરેલીના માણેકપરા શેરી નંબર ત્રણમાં નેપ્ચ્યુન હોટલ પાછળ રહેતા અને હાલમાં અમદાવાદ રહેતા વિશ્ર્વભાઈ ગુણવંતભાઈ રાજ્યગુરુ એ સિટી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમના સાઢુભાઈ હરિેનભાઇ અને તેના મિત્ર જય વજુભાઈ શિરોયા રહેવાસી ભૂતડી તાલુકો વિસાવદર તેમને અમરેલી ખાતે માણેકપરા પાસે મળેલા હતા અને પોતાના સાઢુભાઈ ના મિત્ર જય શીરોયા પટેલે જણાવેલ કે હું શેરબજારમાં રોકાણ કરું છું તમને તમારા પૈસા સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી તમને મહિને સારામાં સારુ રિટર્ન આપીશ અને મહિનામાં તમારા પૈસા પણ પ્રોફિટ સાથે પાછા આપી દઈશ તેમ કહેતા કુલ 18 વખત અલગ અલગ રીતે 10,72,270 ની રકમ વિશ્વભાઈએ જય શિરોયા ના ખાતામાં જમા કરી હતી પણ વળતર દેવાના બદલે આ રકમ જય શિરોયા ઓળવી ગયો હોય તેની સામે ગુનો દાખલ કરાવતા અમરેલી સીટી પીએસઆઇ શ્રી પી.વી સાંખટ દ્વારા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.