અમરેલીમાં ખરાખરીના ખેલમાં ખરી ઉતરતી શાંતાબા ગજેરા હોસ્પિટલ

અમરેલી,અમરેલી જીલ્લામાં લોકડાઉનને 23મી એપ્રિલે એક મહિનો પુરો થયો ત્યારે આવશ્યક સિવાયની તમામ સેવાઓ સ્થગીત હતી પણ આવશ્યક એવી તબીબી સેવામાં અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલે લોકડાઉન દરમિયાન રંગ રાખી 30 દિવસની અંદર 15 હજાર 140 દર્દીઓની અવિરત સારવાર કરી હતી.
વતનના રતન એવા શ્રી વસંતભાઇ ગજેરા દ્વારા અમરેલી માટે તમામ પ્રકારની સેવા આપવાની તત્પરતા સાથે અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં ખરા અર્થમાં દર્દી નારાયણની સેવા થાય તે પ્રકારની વ્યવસ્થાપન કરાયુ છે. હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી તથા આરોગ્ય ક્ષેત્રના અનુભવી એવા સુપ્રિટેન્ડેન્ટ શ્રી શોભનાબેન મહેતા તથા ડો. હરેશ વાળા (સર્જન) અને નાની ઉમરના યુવાન અને બાહોશ ડોકટર વિજય વાળા (એમ.ડી. ફીઝીશ્યન) તથા ઇમરજન્સીના સમય માટે 24 કલાકના લડવૈયા ડો.સતાણી સહિતની ટીમ ખડેપગે છે. તા.23મી માર્ચ લોકડાઉનના દિવસથી આજ સુધીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાંત માટે 385 દર્દી, ઇમરજન્સીમાં 3615, ઇ.એન.ટી. માટે 287, જનરલ ઓપીડી ફલુ માટે 2183, આંખ માટે 427, ઓર્થોપેડીક માટે 634, બાળકો માટે 397, ફીઝીશ્યન મેડીસીન માટે 4761, માનસીક સારવાર માટે 362, સ્કીન ઓપીડી માટે 293 તથા સ્ત્રીઓ માટે 647 ઓપીડી, 965 સર્જરી માટે અને ટીબી માટે 4 મળી કુલ 15140 દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી.
ડો. વિજય વાળા, ડો. તલસરીયા, ડો.સતાણી, ડો. બીંદી, ડો. રોની મહેતા, ડો. કાલરીયા, ડો. મીરલ સુદાણી, ડો. અંકીત મોગા, ડો. વામઝા, ડો. ધ્ાૃતીબા વાળા, ડો. હરેશ વાળા, ડો. બઢીયા અને ડો. ડબાવાલા સુપ્રિટેન્ડેન્ટ ડો. શોભનાબેન મહેતા સહિતની ટીમ દર્દી માટે ખડેપગે હોય છે. લોકડાઉનના ખરાખરીના સમયમાં શાંતાબા ગજેરા હોસ્પિટલે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત 30 દિવસમાં 15 હજાર ઉપરાંતના દર્દીઓને સારવાર આપી અને અવિરત સેવા ચાલુ રાખી છે. અહીં સરેરાશ રોજના 500 લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને આ હોસ્પિટલ દર્દીઓને નવુ જીવન આપતી આશીર્વાદ રૂપ સાબિત થઇ છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનીધી ડો. અનુપસીંઘ અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને હોસ્પિટલની વ્યવસ્થા તથા દર્દીઓને અપાતી સારવાર અને કોવીદ-19 માં તૈયાર કરાયેલી એસઓપી એટલે કે ગુજરાતી ભાષામાં કોરોનાની માહિતી આપતી માર્ગદર્શિકા જોઇ પ્રભાવિત થયા હતા કારણકે આખા ગુજરાતમાં એક માત્ર અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલે આ પ્રકારની સુવિધા ઉભી કરી છે. આ સુવિધાથી તેઓએ પ્રભાવિત થઇ અને રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવીને પણ અમરેલીમાં તૈયાર થયેલી માર્ગદર્શિકા બતાવી અને બિરદાવી હતી.ડબલ્યુએચઓના પ્રતિનીધી ડો.અનુપસીંઘે અમરેલીમાં કોરોના સામે તૈયાર કરેલી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં થયેલી સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.