અમરેલીમાં ખાનગી ડોકટરોને માર્ગદર્શન આપવા કોરોના વેક્સીન ડ્રાયરન યોજાઇ

  • જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અને માર્ગદર્શન નીચે આયોજન

અમરેલી, આજ રોજ મુખ્ય આરોગ્ય અધિકારી જીલ્લા R – CHO અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફીસર ની સુચના મુબજ અમરેલી શહેરી વિસ્તારમાં તાલુકાશાળા માં પ્રાઈવેટ ડોકટરશ્રીઓના કોવીડ વોકસીૈેનેશન અંતર્ગત ડ્રાઈર નું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રાઈવેટ ડોકટર્સશ્રીઓ ને રસીકરણ સ્થળની મુલાકાત કરાવી સમગ્ર પ્રક્રિયાને મેડીકલ ઓફીસર દ્વારા સમજ આપવામાં આવેલ હતી. માં અમરેલી જીલ્લા જનરલ પ્રેકટીશનર એસો. ના પ્રમુખ ચંદ્રેશ ખુંટ દ્વારા રસીકરણ સ્થળ તથા આપવામાં આવતી વેકસીન ની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારી પંચોલીભાઈ તથા વનરાભાઈ દ્વારા ખુંટ ને જાણકારી આપી હતી. વધ્ાુમાં ચંદ્રેશ ખુંટ દ્વારા માહિતગાર કરેલ કે જ્યારે પણ સરકારને જરૂર પડશે ત્યારે 300 થી વધારે જનરલ પ્રેકટીશનર ખડાપગે ઉભા રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી, આશાવર્કર બહેનો તથા પંચાંલીભાઈ તેમજ વનરાભાઈ એ જહેમત ઉઠાવી હતી.