અમરેલીમાં ખાળે ડુચા અને દરવાજા મોકળા : ડો.કાનાબાર

અમરેલી,ટવીટર ઉપર જેમના ફોલોઅર્સ નરેન્દ્રભાઇ મોદી જેવા મહાનુભાવો છે તેવા અમરેલી જિલ્લાના પ્રબુધ આગેવાન ડો.ભરતભાઇ કાનાબારે કરેલા ટવીટે ખળભળાટ મચાવ્યો છે તેમણે એક ટવીટ એવુ કર્યુ છે કે જુનાગઢ ગ્રીન ઝોનમાંથી આઉટ અને તમામ બેટસમેનો આઉટ થયા પછી છેલ્લો બેટસમેન નોટઆઉટ રહયાનું ગૌરવ લઇ શકે પણ નવા રન ન બનાવી શકે તેવી સ્થિતિ અમરેલીના કલેકટર અને એસપીની છે જે રીતે લોકોનો પ્રવાહ આવી રહયો છે તે જોતા અમરેલીને ગ્રીન ઝોનમાંથી બાકાત થવામાં કદાચ કલાકોની જ વાર છે.
આ ઉપરાંત ડો. કાનાબારે એવુ પણ ટવીટ કર્યુ છે કે જિલ્લાના લોકો લોકડાઉનમાં છે પણ અમરેલી જિલ્લામાં પ્રવેશ બેરોકટોક અને આને જ કહેવાય ખાળે ડુચા અને દરવાજા મોકળા કોરોના જેવા ઘાતક રોગના જંગમાં નિર્ણયો લાગણી કે માંગણીને આધારે નહી પણ વૈજ્ઞાનીક તથ્યોને આધારે લેવાવા જોઇએ. આવનારાઓના રેપીડ ટેસ્ટ કરો અથવા 14 દિવસ કવોરન્ટાઇન હોમમાં રાખો અને અમરેલી બચાવો. ડો. કાનાબારે વધ્ાુમાં જણાવ્યુ છે કે કોરોના અંગેના ચોકાવનારા તથ્યોમાં ઇન્ડિયન મેડીકલ કાઉન્સીલ ઓફ રીસર્ચના અહેવાલ પ્રમાણે કોરોનાના 60 થી 70 ટકા દર્દીઓમાં કોઇ લક્ષણો દેખાતા નથી કોરોનાનો ટેસ્ટ કર્યા વગર આવા દર્દીઓમાં નિદાન અશક્ય છે સામાન્ય પ્રકારની મેડીકલ તપાસણીથી કોઇ માહિતી મળે નહી તેમાં સમય અને મેઇન પાવરનો બગાડ સિવાય કશુ નથી. દેશી ભાષામાં આને ડીંડક કહેવાય કોરોનાનો એક વણ ઓળખાયેલ દર્દી સરેરાશ 2.5 દર્દીમાં ઇન્ફેકશન ફેલાવે છે આ આંકડા વિદેશના છે ભારત જેવા ગીચ વસ્તી વાળા દેશમાં આ પ્રમાણ અતિશય મોટુ રહેશે.
સૌથી સારો સહેલો રસ્તો અમરેલીમાં પ્રવેશતા તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરવાનો છે રેપીડ ટેસ્ટમાં રીજલ્ટ 3 થી 4 કલાકમાં જ મળી જાય છે. વિકલ્પે બધાને 14 દિવસ કવોરન્ટાઇન કરવા જોઇએ તે પણ તેના ઘરમાં નહી પણ સંસ્થાગત કવોરન્ટાઇન એટલે કે કવોરન્ટાઇન હોમમાં.